• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ચૌટામાં 200 ખેડૂત પરિવારોએ જીવના જોખમે રાશન તો ઠીક ઢોરનો ચારો પણ ભાદર પાર કરીને લાવવો પડે છે

ચૌટામાં 200 ખેડૂત પરિવારોએ જીવના જોખમે રાશન તો ઠીક ઢોરનો ચારો પણ ભાદર પાર કરીને લાવવો પડે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ઘેડ પંથકમાંથી ભાદર નદી પસાર થઈ રહી છે. આ ભાદર નદીમાં જૂનાગઢ પંથકના જૂનાગઢ, માણાવદર અને સાસણ ડેમનું વરસાદી પાણી વહી રહ્યું છે. ચોમાસા દરમિયાન ભાદર નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહેતું હોવાના કારણે કુતિયાણા તાલુકાના ચૌટા ગામના 200 થી વધુ પરિવારોને નદી પાર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તસ્વીર - નાગેશ પરમાર

સ્થિતી | 200 જેટલા ખેડૂત પરિવારોને ભાદર નદીમાંથી ગળાડૂબ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. મહિલાઓને પણ પશુ માટે ઘાસચારો લઈને પુરૂષોએ પણ પોતાના બાળકો સાથે જીવનું જોખમ ખેડી નદી પાર કરવી પડી રહી છે. નદીમાં રહેલ મગર, સાપ સહિતના જળચર પ્રાણીઓનો ભય હોવા છતાં પણ નદી પાર કરવાની ફરજ પડી રહી છે.

રજૂઆત | સ્થાનિકોએ રાજ્યકક્ષાના મિનીસ્ટરથી લઈને ભારત સરકારના પ્રધાનમંડળને પણ લેખિત રજૂઆત કરી હોવા છતાં આજ દિવસ સુધી કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...