તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બરડાડુંગરમાં દેશી દારૂની 100થી વધુ નાની મોટી ભઠ્ઠી ધમધમે છે

બરડાડુંગરમાં દેશી દારૂની 100થી વધુ નાની- મોટી ભઠ્ઠી ધમધમે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના બરડાડુંગરમાં 100 થી વધુ દેશી દારૂની નાની-મોટી ભઠ્ઠીઓ ધમધમી રહી છે. જંગલ વિસ્તારમાં બેફામ રીતે લાકડાનું કટીંગ થઈ રહ્યું છે અને દરરોજ 300 મણથી વધુ લાકડાનો દારૂ બનાવવા માટે બળતણ તરીકે ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં પણ વનવિભાગ ‘આંખ આડા કાન\\\' કરી રહ્યું છે. પોરબંદરનો બરડા ડુંગર અભ્યારણ્ય આશરે 192 કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલો છે. પોરબંદરથી 15 કિલોમીટરના અંતરે અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનથી 10 કિલોમીટરના અંતરે પશ્ચિમમાં આવેલ આ અભ્યારણ્યની સ્થાપના પહેલા પોરબંદર અને જામનગરનું અંગત અભ્યારણ્ય હતું. બરડા અભ્યારણ્યમાં હજ્જારો લોકો વસવાટ કરી રહ્યા છે અને અહીં કુદરતી રીતે પાણીના ઝરણાંઓ તથા અનેક પ્રકારની ઔષધિઓ છે. બરડા અભ્યારણ્યને અતિ સંવેદનશીલ તરીકે ઈકોઝોનમાં ભારત સરકારે સમાવેશ કર્યો છે છતાં પણ અહીં વનવિભાગ ઘોર બેદરકારી દાખવતું હોય તેમ 100 થી વધુ નાની-મોટી દેશી દારૂની ભઠ્ઠીઓ બેરોકટોક ચાલી રહી છે. પોલીસ વિભાગ અવારનવાર કાર્યવાહી કરી દારૂની ભઠ્ઠીનો કાળો કારોબાર કરનારા સામે લાલ આંખ કરે છે અને આ બરડા અભ્યારણ્યના જંગલ વિસ્તારમાંથી વારંવાર દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવનાર શખ્સોને પકડી પાડે છે. એક જોતા પોલીસ વિભાગ જંગલ વિસ્તારમાં પણ પ્રશંસનીય કામગીરી કરી રહી છે ત્યારે વનવિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં છેલ્લા 10 વર્ષથી બેરોકટોકપણે દેશી દારૂ બનાવવાના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય અને દેશી દારૂના ભઠ્ઠા ચલાવવા માટે દરરોજ 300 મણ જેટલા લાકડાનો બેફામ રીતે બળતણ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. જંગલ વિસ્તારમાં અસામાજીક તત્વો આડેધડ વૃક્ષોનું કટીંગ કરી રહ્યા હોય અને કટીંગ કરેલ વૃક્ષોનો દારૂ બનાવવા માટે ભઠ્ઠા ચલાવવા બળતણ તરીકે ઉપયોગમાં લઈ રહ્યા હોવા છતાં પણ વનવિભાગ જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેમ કોઈ કાર્યવાહી કરતું નથી તેવા આક્ષેપો પણ થઈ રહ્યા હતા.

પાણીના ઝરણાંવાળા સ્થળોએ ધમધમે છે દારૂની ભઠ્ઠી
અન્ય સમાચારો પણ છે...