તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરનાં ચિત્રકારોએ નેશનલ આર્ટ કેમ્પમાં ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાચિત્રકારોએ નેશનલ આર્ટ કેમ્પમાં ભાગ લીધો હતો. મહેસાણાના વડનગર ખાતે યોજાયેલ નેશનલ આર્ટ કેમ્પમાં મનોરમ્ય ચિત્રો તૈયાર કરી એવોર્ડ મેળવ્યો હતો.

તાજેતરમાં મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં નેશનલ આર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કલા અને કલાના ઉત્થાન માટે કાર્ય કરતી કલા સંસ્થા ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા યોજાયેલ નેશનલ આર્ટ કેમ્પમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને પુનાના 100 જેટલા ચિત્રકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં 665 જેટલા મનોરમ્ય ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા તેમાંના 15 ચિત્રોને પારીતોષિક તથા રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા. નેશનલ આર્ટ કેમ્પમાં પોરબંદરની ઈનોવેટીવ ગૃપ ઓફ આર્ટીસ્ટના ચિત્રકાર કમલ ગોસ્વામીના ચિત્રને બેસ્ટ લેન્ડ સ્કેપ એવોર્ડ એનાયત કરાયો હતો તેમજ બલરાજ પાડલીયાને ગુર્જર કલાપોષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોરબંદરના બન્ને ચિત્રકારોએ નેશનલ આર્ટ કેમ્પમાં ભાગ લઈ એવોર્ડ મેળવ્યા હતા.

મનોરમ્ય ચિત્રો તૈયાર કરી એવોર્ડ મેળવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો