તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદર શહેર બન્યું રાજધાની દિલ્હી કરતા પણ વધુ પ્રદૂષિત : મોઢવાડીયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર શહેર બન્યું રાજધાની દિલ્હી કરતા પણ વધુ પ્રદૂષિત : મોઢવાડીયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરશહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરીને લઈને શહેર ધૂળીયું નગર બની ગયું છે, જેને કારણે લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થયો છે. શહેરમાં દિલ્હી કરતા પણ વધુ ભયંકર પ્રદૂષણ હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ કર્યો છે.

પોરબંદરમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં શહેરના પ્રદૂષણને લઈને એવું જણાવ્યું હતું કે, માહિતી અધિકાર હેઠળ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે જે વિગતો માંગી છે તેમાં પ્રદૂષણના જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે ચોંકાવનારા છે. આંકડાઓ પોરબંદરની પ્રજાના આરોગ્ય માટે ગંભીર ખતરારૂપ છે. મોઢવાડીયાએ એવું પણ જણાવ્યું હતું કે, પોરબંદર અને છાયામાં શ્વાસમાં જાય તેવા ઉડતા રજકણોનું પ્રમાણ 305 માઈક્રોગ્રામ-ઘનમીટર છે. સામાન્ય રીતે પ્રમાણ 0 થી 50 માઈક્રોગ્રામ/ઘનમીટર હોવું જોઈએ જે આરોગ્યને નુકસાનકર્તા નથી. પરંતુ પોરબંદરમાં આર.એસ.પી.એમ. નું પ્રમાણ 319 માઈક્રોગ્રામ ઘનમીટર છે. તાજેતરમાં દિલ્હીમાં ભારે ટ્રાફિકને કારણે હવામાં 160 થી 200 માઈક્રોગ્રામ ઘનમીટર પ્રદૂષણ જોવા મળ્યું હતું જેને પગલે હાહાકાર મચી ગયો હતો અને મીડીયામાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે પોરબંદરમાં હાલ દિલ્હી કરતા પણ વધુ પ્રદૂષણ છે જેને કારણે લોકો ફેફ્સા, કીડની, આંતરડા, આંખ અને દમના રોગી બની શકે તેમ છે. આથી તાત્કાલીક અસરથી રસ્તા ઉપર સ્ક્રેપર મશીન મંગાવી, રસ્તાઓની ધૂળ સાફ કરવાની પણ માંગ કરી છે.

દિલ્હીમાં 160 થી 200, પોરબંદરમાં 319 માઈક્રોગ્રામ ઘનમીટર પ્રદૂષણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો