તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અક્ષર વિદ્યામંદિરમાં વાર્ષિકોત્સવ યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરની અક્ષર વિદ્યામંદિરમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

પોરબંદર શહેરના છાયા ખડા વિસ્તારમાં આવેલ અક્ષર વિદ્યામંદિર શાળાના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સંસ્થાના સ્ટાફ અને છાયા ખડા વિસ્તારના કાર્યકરોને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કેબીનેટના મંત્રી બાબુભાઈ બોખીરીયાએ એવું જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના જીવન ઘડતરમાં માતા તથા શિક્ષકનો સિંહફાળો હોય છે તેથી સર્વ માતાઓ, શિક્ષકોએ બાળકને આધુનિક શિક્ષણ સાથે સંસ્કાર આપવા પણ ખૂબ આવશ્યક છે.

તકે જિલ્લા ભાજપના પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, નગરપાલિકાના પ્રમુખ ભારતીબેન મોદી, ઉપપ્રમુખ સરજુ કારીયા, તા.પં. પ્રમુખ વિરમ કારાવદરા, મોહન મોઢવાડીયા, મહેશ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા, કાર્યકરોને સન્માનપત્ર એનાયત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો