તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • બરડા પંથકના 3 રસ્તા મંજૂર થયા ને બે માસથી કોઇ કાર્યવાહી નહીં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરડા પંથકના 3 રસ્તા મંજૂર થયા ને બે માસથી કોઇ કાર્યવાહી નહીં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનાબરડાપંથકના બગવદરથી ખિસ્ત્રી, મજીવાણાથી શીશલી અને સોઢાણાથી ભોમીયાવદર જતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે. વિસ્તારના લોકો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં લોકોની રજૂઆતને લઈને તંત્ર દ્વારા 2 માસ પહેલા રસ્તા નવિનીકરણ કરવાની મંજુરી આપી દેવામાં આવી હતી. પરંતુ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે.

^ અમારા 3 ગામને જોડતો રસ્તો મજીવાણાથી શીશલી રોડના નવિનીકરણ માટે 2 માસ પહેલા પાસ થઈ ગયો છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે રસ્તાઓ બનાવવાની કામગીરી વહેલી તકે શરૂ કરવા માંગ છે. > કેશુભાઈઓડેદરા, ફટાણા

રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો