તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • ધૂમ સ્ટાઈલની બાઈક ચલાવતા શખ્સોનો ત્રાસ : લોકો ત્રાહિમામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધૂમ સ્ટાઈલની બાઈક ચલાવતા શખ્સોનો ત્રાસ : લોકો ત્રાહિમામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરમાં બિસ્માર રસ્તાને લઈને આમ પણ ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે, તો ધૂમસ્ટાઈલથી બાઈક ચલાવતા શખ્સોનો ત્રાસ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કમલાબાગથી છાયાચોકી અને પંચવટી વિસ્તારમાં કેટલાક છેલબટાઉ યુવાનો બેફામ બનીને બાઈક ચલાવતા હોય જેને કારણે લોકોના જીવ ઉપર જોખમ ઉભું થયું છે. આવા બાઈકચાલકો સામે પોલીસ પગલા લે તેવી માંગ ઉઠવા પામી છે.

પોરબંદરમાં રીક્ષાચાલકો બેફામ બનીને દોડતા હોય જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે તો કેટલાક બાઈકચાલકો પણ ધૂમસ્ટાઈલથી બાઈક ચલાવીને રાહદારીઓ અને અન્ય વાહનચાલકો માટે જોખમી પુરવાર થઈ રહ્યા છે. કમલાબાગથી છાયાચોકી સુધીના રસ્તામાં સ્કૂલ-કોલેજો આવેલી છે તેમજ રહેણાંક વિસ્તાર પણ હોય તેવા સમયે ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી કેટલાક શખ્સો રીતસર આતંક મચાવી રહ્યા છે. આવા બાઈકચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. છાયાચોકી અને કમલાબાગ વિસ્તારમાં રોમીયોના પણ આંટાફેરા જોવા મળી રહ્યા છે. બેફામ બનીને બાઇક ચલાવતા છેલબટાઉ યુવાનો સામે પગલા ભરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.

બેફામ બનીને દોડતા બાઈકચાલકો સામે પગલા લેવા લોકમાંગ ઉઠી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો