તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

50 કરોડનાં ખર્ચે રસ્તાનું નવિનીકરણ કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરીને લઈને મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ગયા છે. રસ્તાઓના નવિનીકરણ માટે પ્રથમ માર્ગ અને મકાન વિભાગને જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ એકાએક હવે રસ્તાના નવિનીકરણની કામગીરી નગરપાલિકાના શિરે આવી છે. શહેરમાં કુલ 61 રસ્તાઓ માટે નગરપાલિકાએ પ્રાથમિક તબક્કે 30 કરોડ રૂપીયા ખર્ચવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદ વધારાના રસ્તા માટે વધુ 15 થી 20 કરોડ જેવી રકમનો ખર્ચ કરવામાં આવશે. રીતે શહેરમાં કુલ 215 કિ.મી. આંતરીક રસ્તાઓ માટે અડધા અબજની રકમ ખર્ચ કરવાનું આયોજન પોરબંદર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

પોરબંદર શહેરમાં છેલ્લા 3 વર્ષથી ભૂગર્ભગટર યોજનાની કામગીરી ચાલી રહી છે, તેના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ તેમજ આંતરીક રસ્તાઓ બિસ્માર બની ગયા છે. સતત ધૂળની ઉડતી ડમરીઓને લઈને લોકો તૌબા પોકારી ગયા છે. આથી નગરપાલિકાએ હવે રસ્તાના નવિનીકરણ માટેનું આયોજન હાથ ધર્યું છે. શહેરના કુલ 61 જેટલા રસ્તાઓના નવિનીકરણ માટે માર્ગ અને મકાનવિભાગ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે સરકારે એકાએક નિર્ણય બદલીને હવે રસ્તાના નવિનીકરણની જવાબદારી પાલિકાને સોંપી છે. હાલ શહેરના 40 રસ્તાઓમાં તેના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મુખ્ય રસ્તાઓને સીમેન્ટ રોડથી અને આંતરિક રસ્તાઓને ડામરથી મઢવાનો નિર્ણય કર્યો છે જ્યારે નાની શેરી-ગલીઓમાં પેવર બ્લોક ફીટ કરવામાં આવશે. જો કે રસ્તાના નવિનીકરણ માટે શહેરીજનોએ હજુ બે-ત્રણ માસ સુધી રાહ જોવી પડશે કારણ કે પી.જી.વી.સી.એલ. દ્વારા અન્ડર ગ્રાઉન્ડ વાયરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થયા બાદ તુરંત રસ્તાના નવિનીકરણના કામો શરૂ કરી દેવામાં આવશે તેમ ચીફ ઓફિસર આર.જે. હુદડ અને સેનીટેશન વિભાગના ચેરમેન અરવિંદભાઈ પાંજરીએ જણાવ્યું હતું.

પોરબંદર શહેરમાં કુલ 215 કિમી બિસ્માર રસ્તાઓના નવિનીકરણ માટે આર.એન્ડ બી. ને બદલે હવે નગરપાલિકા કામ કરશે

મુખ્ય રસ્તાઓને સીમેન્ટ રોડથી, આંતરિક રસ્તાઓને ડામરથી મઢાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો