તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાનનું પેપર સરળ નિકળતા પરીક્ષાર્થીઓમાં ખુશીની લહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાનનું પેપર સરળ નિકળતા પરીક્ષાર્થીઓમાં ખુશીની લહેર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

પોરબંદરશહેરમાં ધોરણ 10 ના પ્રથમદિવસે ગુજરાતીનું પેપર સહેલું નીકળતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો. તો આજે બીજા દિવસે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પણ પેપર પુસ્તકમાંથી પુછાતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યું હતું અને પેપર સહેલું નીકળ્યું છે તેમ વિદ્યાર્થીઓએ જણાવી પાસ થવાની ખુશી વ્યક્ત કરી હતી. તો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પરીક્ષા કેન્દ્રો ઉપર સીસી ટીવી કેમેરા અને ટેબલેટની મદદથી સજ્જ સાથોસાથ ક્લાસરૂમમાં સુપરવાઈઝરોના ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષામાં ચોરીનું દૂષણ ડામવા તંત્ર સજ્જ બન્યું હતું. તો વિજ્ઞાનનું પેપર પણ સહેલું નીકળતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો.

ક્લાસરૂમમાં 3 સુપરવાઈઝર હતા

પોરબંદરનારોહિત નરેશ પુરોહિતએ જણાવ્યું હતું કે, આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર હતું, જેમાં અમારા ક્લાસરૂમમાં ટેબલેટ હતા અને ક્લાસરૂમમાં 3 સુપરવાઈઝરોથી ચુસ્ત બંદોબસ્ત હતું જેથી કોઈ હલન-ચલન કરતું હતું.

વિજ્ઞાનનું પેપર પુસ્તકમાંથી પૂછાયું હતું

પોરબંદરનીશાળામાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપવા આવેલા મીત જોષીએ જણાવ્યું હતું કે, ગુજરાતીનું પેપર બાદ આજે વિજ્ઞાનનું પેપર પુસ્તકમાંથી પૂછાતા બધું આવડી ગયું હતું અને હું પાસ થઈ જઈશ.

પોરબંદરની સ્કુલોના ક્લાસરૂમમાં તંત્ર સજ્જ : સીસી ટીવી અને ટેબલેટથી બાજ નજર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો