તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ઈજા પહોંચાડેલ શખ્સ નશો કરેલી હાલતમાં હોવાનું ખુલ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈજા પહોંચાડેલ શખ્સ નશો કરેલી હાલતમાં હોવાનું ખુલ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાસાડા પાંચ માસ પહેલા મહારાણા મીલની ચાલી, ગૌશાળા નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈજા પહોંચતા એક શખ્સ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જેમાં તેનું બ્લડ સેમ્પલ લેતા ગાંધીનગર એફ.એસ.એલ. દ્વારા શખ્સ નશો કરેલી હાલતમાં હોવાનું ખૂલતા પોલીસે શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. તા. 30/10/2016 ના રાજુ રાણા ઓડેદરા નામના શખ્સે કડીયાપ્લોટ શેરી નં. 8 માં રહેતા રાજુ સામત બાપોદરાને માર માર્યો અને શખ્સને ઈજાગ્રસ્ત હાલતમાં પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અને તે વખતે તે નશો કરેલી હાલતમાં હોવાનું જણાતા તેના બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતા અને તેના બ્લડ અંગેનો અભિપ્રાય એફ.એસ.એલ. ગાંધીનગર તરફથી આવ્યો છે. પોલીસે ગુનો નોંધ્યો છે.

સાડા પાંચ મહિના પહેલા મારામારીમાં

ગાંધીનગર FSL દ્વારા બ્લડના સેમ્પલનો અભિપ્રાય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો