તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • નવજીવન | સરકારની આરોગ્યલક્ષી યોજનાને કારણે પોરબંદરના શ્રમિક પરિવારનાં બાળકને મળ્યું નવું જીવન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવજીવન | સરકારની આરોગ્યલક્ષી યોજનાને કારણે પોરબંદરના શ્રમિક પરિવારનાં બાળકને મળ્યું નવું જીવન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસરકારદ્વારા અનેકવિધ આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી રહી છે, જેને કારણે માનવજીંદગી બચાવવામાં સફળતા મળી છે. આવો એક કિસ્સો પોરબંદરમાં જોવા મળ્યો.પોરબંદરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા અને મજુરીકામ કરીને ગુજરાન ચલાવતા ભરતભાઈને સંતાનોમાં દીકરી પછી બીજા નંબરનાં પુત્ર હાર્દિકની 3 વર્ષની ઉંમર થતા તે રડતા-રડતા હાંફવા લાગતો હતો. આથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં ત્યાં બાળકના હ્રદયમાં કાણું હોવાનું તબીબે જણાવતા પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હતું અને સર્જરી કરાવવા માટે અંદાજે 3 થી સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ ભરતભાઇ કરી શકે તેમ હતાં. અંતે આંગણવાડી મારફત સરકારની આરોગ્યલક્ષી યોજના હેઠળ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ તેને ઓપરેશન માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલીસ્ટ હેઠળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દવાથી લઈને ઓપરેશન સુધીનો તમામ ખર્ચ સરકારે ભોગવ્યો હતો અને હવે બાળકને નવી જીંદગી મળતા બાળક દોડતો અને મસ્તી કરતો થઈ જતાં પરિવારજનોમાં હર્ષના આંસુ જોવા મળી રહ્યા છે.

બાળક ફરીથી રમતો થઈ જતાં પરિવારમાં હર્ષના આંસુ

3 વર્ષનાં બાળકના હ્રદયમાં કાણાંનું સફળ ઓપરેશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો