તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાંભોદર ગામે ઝેરી દવા પી જઈ ખેડુતે જીંદગી ટૂંકાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લાના ખાંભોદર ગામે આધેડને 15 વર્ષથી માથાના દુ:ખાવાની બિમારી હોય અને દવા કરાવતા પણ સારૂં થતાં જીંદગીથી કંટાળી જઈ ખાંભોદરના પીરબાપાની જગ્યા પાસેથી વાડીએ ઝેરી દવા પી જઈ આપઘાત કરી લેતા તેમનું મોત નિપજ્યું હતું. આધેડના મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અંગે પોલીસે ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામે રહેતા સુકા લખમણ ગોઢાણીયા નામના આધેડે ગામના પીરબાપાની જગ્યા પાસેની વાડીએ ઝેરી દવાના ટીકડા પી જઈ આપઘાત કરી લેતા તેમનું મોત નિપજ્યું હતું. અંગે તેમના દીકરા પુંજા સુકા ગોઢાણીયાએ જણાવ્યું કે, તેમને છેલ્લા 15 વર્ષથી માથાના દુ:ખાવાની બિમારી હોય અને નાના છોકરા જેવું વર્તન કરી અવારનવાર ઉશ્કેરાટમાં આવી જતા બિમારીની દવા કરાવતા પણ સારૂં થતા પોતે જીંદગીથી કંટાળી જઈ પીરબાપાની જગ્યા પાસે વાડી અનાજમાં નાખવાના ઝેરી દવાના ટીકડા પી જઈ આપઘાત કરી લેતા તેમનું મોત નિપજ્યું હતું. તો આધેડના મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

15 વર્ષ જૂની માથાના દુ:ખાવાની બિમારીથી કંટાળી આપઘાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો