તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડની પરીક્ષામાં બીજા દિવસે 268 છાત્રો ગેરહાજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

રાજ્યનામાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. 15/3/2017 ના રોજથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આજે પોરબંદર જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં બીજા દિવસે 268 છાત્રો ગેરહાજર રહ્યા હતા.

ધો.10 -12 ના કુલ 14,173 વિદ્યાર્થીઓમાંથી 268 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ 10 માં આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના પેપરમાં 10,773 વિદ્યાર્થીઓમાંથી 187 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો ધોરણ 12 ની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર પેપરમાં કુલ 2777 વિદ્યાર્થીઓમાંથી 48 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે વિજ્ઞાનપ્રવાહના પેપરમાં કુલ 623 વિદ્યાર્થીઓમાં 33 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 590 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તો પરીક્ષાના બીજા પેપરમાં પણ એકપણ કોપીકેસ નોંધાયો હતો અને સીસી ટીવી અને ટેબલેટની મદદથી શાંતિપૂર્ણ પરીક્ષા લેવામાં આવી હતી.

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 10,773 છાત્રો હાજર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો