તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પોર્ટસ વીક ઉજવણી અંતર્ગત પેઈન્ટીંગ સ્પર્ધા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનીસરકારી પોલીટેકનિક કોલેજ ખાતે સ્પોર્ટસવીકની ઉજવણી અંતર્ગત કોલેજના વિદ્યાર્થી દ્વારા પેઈન્ટીંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ડેવલોપમેન્ટ, ડીજીટલ ઈન્ડીયા, સ્ટડીફ્રેશર વગેરે થીમ્સ પર ચિત્રો બનાવાયા હતા.

પોરબંદર શહેરની સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે દર વર્ષની જેમ વર્ષે પણ સ્પોર્ટસ વીકની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટસ વીકની ઉજવણીના ભાગરૂપે પેઈન્ટીંગ સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં કોલેજના છાત્રો દ્વારા કોલેજના કમ્પાઉન્ડમાં દિવાલો પર અને હાઈવે રોડ પર આવેલ બાઉન્ડ્રીમાં ડેવલોપમેન્ટ, ડીજીટલ ઈન્ડીયા, સ્ટડી ફ્રેશર વગેરે થીમ્સ પર ચિત્રો બનાવવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે સંસ્થા દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોવાનું કોલેજના આચાર્ય વી.જે. દાઉદીયાએ જણાવ્યું હતું. યોજાયેલ પેઈન્ટીંગ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં 1 થી 3 નંબર પ્રાપ્ત કરનાર છાત્રોને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે.

સરકારી પોલિટેકનીક કોલેજનાં છાત્રોએ વિવિધ થીમ પર ચિત્રો બનાવ્યા હતા.

કોલેજનાં છાત્રોઅે ડેવલોપમેન્ટ, ડીજીટલ ઈન્ડીયા, સ્ટડી ફેસર વગેરે થીમ્સ પર ચિત્રો બનાવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો