તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં નવનિર્મીત શૌચાલય 1 વર્ષથી શોભાના ગાંઠીયા સમાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં નવનિર્મીત શૌચાલય 1 વર્ષથી શોભાના ગાંઠીયા સમાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાઝુંડાળા વિસ્તારમાં 1 વર્ષ પહેલા શૌચાલય બનાવવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા નવનિર્મીત શૌચાલયમાં તાળ લગાવી દેવાયા હતા. પોરાવ માતાજીના મંદિર નજીક શૌચાલયની સુવિધા હોવા છતાં મહિલાઓને હાલાકી વેઠવી પડી રહી છે.

સરકાર દ્વારા લોકોને સુવિધા મળી રહે માટે લાખો રૂપીયાના ખર્ચા કરવામાં આવે છે, પરંતુ જવાબદાર તંત્રની ઉદાસીનતાના કારણે કરાયેલ અઢળક ખર્ચાઓ ઉપર પાણી ફરી વળે છે. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં લોકોને સુવિધા મળી રહે માટે 1 વર્ષ પહેલા શૌચાલય બનાવવામાં આવ્યું હતું. પરંતુ શૌચાલયનું નવનિર્માણ કરાયા બાદ તુરંત તાળા મારી દેવામાં આવ્યા હતા.

પોરાવ માતાજીના મંદિર નજીક શૌચાલયની સુવિધા હોવા છતાં મહિલાઓને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. છેલ્લા 1 વર્ષ પહેલા નવું શૌચાલય બનાવવામાં આવ્યું હોવા છતાં તંત્રની ઉદાસીનતાના કારણે લોકોને સુવિધાથી વંચીત રહેવું પડી રહ્યું છે, જેથી જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલીક શૌચાલય ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.

શૌચાલયની સુવિધા હોવા છતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.

પોરાવ માતાજીના મંદિર નજીક શૌચાલયની સુવિધા હોવા છતાં મહિલાઓને હાલાકી વેઠવી પડે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો