તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં શાળામાં બાળકોનાં દાદા દાદીએ આંખે પાટા બાંધી બિંદી મૂકી

પોરબંદરમાં શાળામાં બાળકોનાં દાદા- દાદીએ આંખે પાટા બાંધી બિંદી મૂકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરની GMC સ્કૂલમાં દાદા- દાદી દિવસની ઉજવણી કરાઇ હતી. શાળામાં અભ્યાસ કરતા બાળકોના દાદા-દાદી માટે અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 120 જેટલા દાદા-દાદીઓએ મ્યુઝીકલ ચેર, બલુન બ્રસ્ટીંગ, બંધ આંખો સાથે બિંદી મૂકી વગેરે રમતો માણી હતી. ખરા અર્થમાં જોઈએ તો દાદા-દાદી એ જ બાળકના વાસ્તવિક, પ્રથમ શિક્ષકો છે. તેઓ બાળકના ઉછેરમાં અમૂલ્ય યોગદાન આપે છે. મ્યુઝીકલ ચેર, બલુન બ્રસ્ટીંગ, બંધ આંખો સાથે બિંદી મૂકીને ખાસ રમતનો કાર્યક્રમ પણ દાદા-દાદી માટે યોજવામાં આવ્યો હતો અને ગરબાની મજા પણ માણવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી પૂર્ણેશ જૈન અને પ્રિન્સીપાલ ગરીમા જૈન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...