તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોઢા કોલેજ ખાતે 130 ફૂટ લાંબી શિવગુફાના દર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં શ્રાવણ માસની શરૂઆત થતા જ દરેક શિવાલયોમાં શિવનાદ ગુંજી ઉઠ્યો છે. ખાસ કરીને સોમવારના દિવસે શહેરના શિવાલયોમાં શિવભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે અમુક શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે અને શિવજીના અલગ-અલગ સ્વરૂપોના દર્શનનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં આવેલ વી.જે. મોઢા કોલેજ ખાતે પણ શ્રાવણ માસના સોમવાર નિમીતે શિવગુફા દર્શનનું આયોજન કરાયું હતું. 130 ફૂટ લાંબી શિવગુફામાં શિવજીના અલૌકિક દર્શન યોજવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...