તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બોખીરાના કે.કે. નગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

બોખીરાના કે.કે. નગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. ડી.વી. બસીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.એસ.આઈ. એચ.એન. ચુડાસમા એલ.સી.બી. સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ મેરામભાઈને જુગારની ચોક્કસ બાતમી મળી હતી. આથી બોખીરા કે.કે. નગરમાં હનુમાન મંદિર પાસે જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડ્યો હતો અને નિલેશ ઉર્ફે રાજવીર રામભાઈ ખુંટી, ફિરોઝ અજીતભાઈ મલેક, નવાજ ઉર્ફે લકી હમીર શોરા અને સરફરાઝ ઉર્ફે શબલો ઈકબાલ ગલેરીયા નામના ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી રૂપીયા 12,260 ની રોકડ રકમ તથા મોબાઈલ નંગ-3 કિંમત રૂપીયા 9,500, એક્સેસ સ્કૂટર કિંમત રૂપીયા 25,000 તથા જ્યુપીટર સ્કૂટર કિં. રૂપીયા 25,000 સહિત કુલ રૂપીયા 71,760 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તસ્વીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...