તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • નશો કરેલી હાલતમાં કાર ચાલક અને ત્રણ બાઈક સવાર ઝડપાયા

નશો કરેલી હાલતમાં કાર ચાલક અને ત્રણ બાઈક સવાર ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં કારચાલક અને બાઈકચાલકોને પોલીસે ઝડપી લીધા હતા.

પોરબંદરમાં જ્યુબેલીનાં ટાંકા પાસે રહેતો વજશી ભાયા ઓડેદરા પોતાની કાર જીજે 06 જેજે 0425 ચલાવીને જતો હતો ત્યારે પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. બોખીરા નંદેશ્વર સીમમાં રહેતો કેશુ અરભમ કેશવાલા પોતાનું બાઈક જીજે 25 એચ 4399 નું ચલાવી રાણાવાવ રામવાડી પાસેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે રાણાવડવાળા ગામે રહેતો હરીશ રાજા ચાંડપા પોતાનું બાઈક જીજે 25 એફ 757 ચલાવીને સ્ટેશન પ્લોટ પાસેથી પસાર થતા પોલીસે તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો.

આ ઉપરાંત ફટાણા ગામે હાઈસ્કૂલની પાછળ રહેતો ભરત ઉર્ફે બકો નાથા ખુંટી પોતાનું બાઈક જીજે 25 આર 8069 ચલાવીને જતો હતો ત્યારે પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...