તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

JCI પોરબંદર દ્વારા ચિત્ર અને મહેંદી હરીફાઈ યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે.સી.આઈ. પોરબંદર દ્વારા ગોઢાણીયા કોલેજ ખાતે ચિત્ર અને મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને ગીફ્ટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ચિત્રસ્પર્ધા તથા બહેનો માટે મહેંદી સ્પર્ધાનું આયોજન ગોઢાણીયા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થિઓ અને બહેનોએ ભાગ લીધો હતો અને પોતાની કલાને ડ્રોઈંગ સીટ પર અંકિત કરી હતી. આ સ્પર્ધામાં દરેક ધોરણમાં પ્રથમ 3 વિજેતાઓને શિલ્ડ અને મહેંદી સ્પર્ધામાં પ્રથમ 10 વિજેતા બહેનોને ગીફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...