તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવડા ગામે દારૂની હેરાફેરી કરતો બાઈક ચાલક ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાનાં દેવડા ગામે મીણસાર નદી કાંઠેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બાઈકચાલકને પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક આરોપી નાસી છૂટ્યો હતો.

કુતિયાણાનાં રબારી કેડામાં રહેતો ભરત ઉર્ફે વલી પરબત કરમટા અને લાખા દેવા કરમટા પોતાનું બાઈક કિંમત રૂપીયા 20,000 નું ચલાવીને દેવડા ગામે. મીણસાર નદી કાંઠેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા તેના કબ્જામાંથી 18 બોટલ વિદેશી દારૂની મળી આવતા પોલીસે આરોપીને ઝડપી લીધો જ્યારે લાખો નાસી છૂટ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી 18 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપીયા 6750, બાઈક અને મોબાઈલ સહિત 41,750 નો મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછ કરતા સખપુર ગામે રહેતો રાણા પોલા મોરી પાસેથી વિદેશી દારૂ લાવ્યો હોવાથી કબુલાત આપતા પોલીસે તેની વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...