તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશો કરેલી હાલતમાં કારચાલક અને ચાર બાઈક સવાર ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં છાંયા પરિશ્રમ સોસાયટીમાં રહેતો અજય રામજી ગોહીલ પોતાની કાર નં. જીજે 25 જે 6870 ચલાવી સ્ટેશન ચોક પાસેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. મીલપરા શેરી નં. 1 માં રહેતો દિપક કાનજી વિરમગામા પોતાનું બાઈક જીજે 25 ઈ 3690 ચલાવી સ્ટેશન ચોક પાસેથી પસાર થતા પોલીસે તતપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા તેને ઝડપી લીધો હતો. સુભાષનગરમાં રહેતો દિપક છગન ચારણીયા પોતાનું બાઈક જીજે 25 એસ 2980 ચલાવીને જુના જકાતનાકા પાસેથી પસાર થતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે રાણાવાવનાં રાણાવડવાળા ગામે રહેતો પ્રકાશ મનસુખ ચાવડા પોતાનું બાઈક જીજે 06 ઈએસ 8470 ચલાવીને રેલ્વે સ્ટેશન 3 રસ્તા રોડ પરથી પસાર થતા પોલીસે તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઉપરાંત ઉનામાં રહેતો સલમાન અયુબ પઠાણ પોતાનું બાઈક જીજે 10 સીડી 9435 ચલાવી મીયાણી ચેકપોસ્ટ પાસેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ બાઈકચાલક નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...