તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં લાયોનેસ ક્લબ દ્વારા દેશભક્તિના ગીત, ડાન્સ સહિતની સ્પર્ધામાં 368 સ્પર્ધકોએ ભાગ લીધો

પોરબંદરમાં લાયોનેસ ક્લબ દ્વારા દેશભક્તિના ગીત, ડાન્સ સહિતની સ્પર્ધામાં 368 સ્પર્ધકોએ ભાગ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં લાયોનેસ ક્લબ દ્વારા દેશભક્તિના ગીત અને ડાન્સની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં આવેલ તાજાવાલા હોલ ખાતે દેશના યુવાનોમાં રાષ્ટ્રભાવના તથા દેશ માટે સમર્પિત થવાની ભાવના અને રાષ્ટ્ર નિર્માણના સંસ્કાર વિકસિત થાય તેવા આશયથી વંદે માતરમ્ શિર્ષક હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. લાયોનેસ પ્રેસિડેન્ટ જ્યોતિ મસાણીએ પ્રોજેક્ટ લાયન મિશન યુથ અંતર્ગત કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં એવું જણાવવામાં આવ્યું હતું કે દેશની યુવાપેઢી દેશના સન્માનની ભાવના ભૂલે નહીં માટે આવા કાર્યક્રમો યુવાધન માટે આવશ્યક છે. આ પ્રસંગે ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપેયીને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. અટલબિહારીના શ્રદ્ધાંજલી અને સ્મરણાર્થરૂપે લાયન્સ ક્લબ ઓફ પોરબંદર દ્વારા ફોટોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ભાવપૂર્વક શ્રદ્ધાંજલી આપીને આ ફોટો સ્મૃતિચિહ્ન તરીકે લાયન્સ ક્લબે ભા.જ.પ. ના મહામંત્રી કપિલભાઈને અટલ ભવન કાર્યાલય માટે અર્પણ કર્યો હતો. લાયન્સ ક્લબ દ્વારા યોજવામાં આવેલ દેશભક્તિના ગીત તથા ડાન્સની સ્પર્ધા માટે 368 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઈ મોરી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...