તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગવદરની PGVCL કચેરીનો કોંગ્રેસ દ્વારા ઘેરાવ, રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના બરડા પંથકમાં વારંવાર વિજફોલ્ટ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લા ઘણાં દિવસથી વરસાદ ન પડ્યો હોવાને કારણે ખેડૂતોને મગફળીના પાક માટે સિંચાઈની જરૂરીયાત ઉદભવી છે. આ સમયે વારંવાર વિજસમસ્યા સર્જાતી હોવાથી ખેડૂતો મગફળીના પાકમાં પિયત આપી શકતા નથી. પી.જી.વી.સી.એલ. વિભાગની બેદરકારીને કારણે વારંવાર સર્જાતા વિજફોલ્ટનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવતું ન હોવાની ખેડૂતોની અનેક ફરિયાદો ઉઠી છે. જેથી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બગવદર ખાતે પી.જી.વી.સી.એલ. કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને આવેદનપત્ર પાઠવી વારંવાર સર્જાતા વિજફોલ્ટનું તાત્કાલીક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, કોંગ્રેસના અગ્રણી કાળુભાઈ ગોઢાણીયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર - જીતુ કારાવદરા

અન્ય સમાચારો પણ છે...