તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર શહેરના સુદામાચોક ખાતે રસ્તાની દયનીય હાલત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં સુદામાચોક ખાતે ખોદકામ કરાયા બાદ પડેલ મસમોટા ગાબડાને સમથળ ન કરવામાં આવ્યા હોવાથી નગરજનોને પણ અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાજીક કાર્યકર દિલીપભાઈ મશરૂએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને નજીકમાં જ જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે. ખાસ કરીને પ્રવાસીઓ, નગરજનો સહિતના ધર્મપ્રેમીજનો સુદામાજીના મંદિરે દર્શનાર્થે આવતા હોય તથા ખરીદી માટેની મુખ્ય બજારમાં પણ આ માર્ગ પરથી લોકો પસાર થતા હોય ત્યારે સુદામાજીના મુખ્ય ચોકમાં જ છેલ્લા ઘણાં સમય પહેલા ખોદકામ કરવામાં આવ્યું હતું અને ખોદકામ કરાયા બાદ અહીં પડેલ મસમોટા ગાબડાને હજુ સુધી સમથળ કરવામાં આવ્યા નથી. તેમજ એમ.જી. રોડ ઉપર પણ રોડનું સમારકામ કરાતું ન હોવાથી નગરજનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર મસમોટા ગાબડા હોવાથી ટ્રાફિક પણ સર્જાઈ રહી છે. જન્માષ્ટમીના તહેવાર પહેલા સમાર કામ કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...