• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar પોરબંદરમાં કારચાલકે સાયકલને ઠોકર મારી : વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

પોરબંદરમાં કારચાલકે સાયકલને ઠોકર મારી : વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

Porbandar - પોરબંદરમાં કારચાલકે સાયકલને ઠોકર મારી : વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

DivyaBhaskar News Network

Oct 04, 2018, 03:36 AM IST
પોરબંદરના જલારામ કોલોની પાસે આવેલ નમ્રતા મંડપ સર્વિસ સામેથી એક વૃદ્ધ સાયકલ પરથી પસાર થતા તે દરમિયાન કારચાલકે સાયકલને પાછળથી ઠોકર મારતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. પોરબંદરમાં નરસંગ ટેકરી, ગંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતા ભાગ્યવિજયભાઈ દવે તા. 29/9 ના બપોરે 2:30 કલાકે પોતાના ઘરેથી દુકાને સાયકલ મારફત જતા હતા ત્યારે જલારામ કોલોની પાસે આવેલ નમ્રતા મંડપ સર્વિસ સામેથી પસાર થયા હતા. આ દરમિયાન રાંઘાવાવમાં રહેતો કરશન રાણા કોડીયાતર પોતાની કાર જીજે 10 ટીવી 5412 ચલાવીને પૂરઝડપે માનવજીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ચલાવી સાયકલચાલક આ વૃદ્ધને પાછળથી ઠોકર મારી હતી. જેના કારણે આ વૃદ્ધનું તેની કારમાં માથું અથડાયું હતું અને કારમાં ભટકાઈને 5 થી 6 ફૂટ ઉછળ્યા હતા. જેથી આ વૃદ્ધનું માથું ડીવાઈડર સાથે ભટકાયું હતું. જેથી આ વૃદ્ધને સ્થળ પર જ લોહીની ઉલ્ટી થઈ ગઈ હતી અને માથા પર ગંભીર ઈજાઓ થઈ હતી. આ વૃદ્ધને તાત્કાલીક ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર તેમજ યોગ્ય મશીનરીના અભાવે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પણ સારવાર થઈ શકે તેમ ન હોય આથી આ વૃદ્ધને તાત્કાલીક રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે તેમના પુત્ર નિરવે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વૃદ્ધનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતાં આ વૃદ્ધની બન્ને કિડની અને લીવરનું દાન કર્યું હોવાનું જાણવા મળેલ છે.

X
Porbandar - પોરબંદરમાં કારચાલકે સાયકલને ઠોકર મારી : વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી