વેરા પાલિકાના, પણ લાઈટ કનેક્શન હજુ વાડી વિસ્તારના

ભાસ્કર િવશેષ | પોરબંદરના ખાપટમાં અવધનગર સોસાયટીના 30 થી વધુ પરિવારોને વેઠવી પડે છે હાલાકી : વાડી વિસ્તારના લાઈટ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:36 AM
વેરા પાલિકાના, પણ લાઈટ કનેક્શન હજુ વાડી વિસ્તારના
પોરબંદર શહેરમાં આવેલ ખાપટ વિસ્તારની અવધનગર સોસાયટીમાં વસવાટ કરતા લોકો નગરપાલિકાને તમામ પ્રકારનો વેરો ભરી રહ્યા છે. સ્થાનિકો નગરપાલિકાને તમામ પ્રકારનો વેરો ભરતા હોવા છતાં પણ હજુ સુધી તેઓને શહેરી વિસ્તાર અંતર્ગત અર્બન વિજકનેક્શન આપવામાં આવ્યા નથી. છેલ્લા ઘણાં વર્ષોથી સ્થાનિકોને વાડી વિસ્તારના જ ખેતીવાડી વિજકનેક્શનો આપવામાં આવ્યા હોવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અવધનગર સોસાયટીમાં વસવાટ કરતા લોકો જે સ્થળે વસવાટ કરી રહ્યા છે આ સ્થળ બિનખેતી વિસ્તાર હોય અને પોરબંદર નગરપાલિકામાં સમાવેશ થતો હોય ત્યારે સ્થાનિકો પણ નગરપાલિકાને તમામ પ્રકારના વેરા ભરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી પી.જી.વી.સી.એલ. વિભાગને અવારનવાર અનેક વખત શહેરી વિસ્તારના વિજકનેક્શન આવા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિવસ સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી.ખેતીવાડી વિજ કનેક્શન હોવાથી 24 કલાક દરમિયાન 8 થી 10 કલાક વિજળી ગૂલ થઈ જતી હોય છે જેથી તમામ પ્રકારની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પણ ઠપ્પ થઈ જતી હોય છે.

6 વર્ષથી ખેતીવાડી વીજ કનેક્શન પર રાખવો પડે છે આધાર

ખાપટમાં આવેલ અવધનગર સોસાયટીમાં વસવાટ કરતા લોકો પાલિકાને તમામ પ્રકારનો વેરો ભરતા હોવા છતાં પણ ખેતીવાડી વિજકનેક્શન પર નિર્ભર છે. છેલ્લા 6 વર્ષથી ખેતીવાડી વિજ કનેક્શન પર આધાર રાખવો પડી રહ્યો હોવાને કારણે વારંવાર વિજગૂલ થતી હોવાથી ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

શું કહે છે PGVCL અધિકારી ?

વિભાગના સીટી ડીવીઝનના એક્ઝીક્યુટીવ એન્જીનીયર પી.પી. બાવરવા જોડે આ બાબતે વાત કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે 5 વર્ષ પહેલા પણ અમે સ્થાનિકોની માંગને ધ્યાને લઈ કોર્પોરેટ ઓફિસમાં રજૂઆત કરી હતી. પરંતુ હાલ વધુ એક વખત કોર્પોરેટ ઓફિસમાં રજૂઆત કરતા મંજુરી મળશે એટલે અર્બન કનેક્શન આપવા માટેની કાર્યવાહી કરશું.

200 મિટરના અંતરે જ અર્બન કનેક્શન છતાં સુવિધાથી વંચીત

અવધનગર સોસાયટીમાં વસવાટ કરતા સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે અમારી સોસાયટીથી માત્ર 200 મીટરના અંતરે જ એટલે કે અવધ નગરથી સનસીટી સોસાયટીમાં શહેરી વિભાગના વિજ કનેક્શન છે. પરંતુ જવાબદાર તંત્રની આળસના કારણે છેલ્લા 6 વર્ષથી અમારે અર્બન વિજ કનેક્શનથી વંચીત રહેવું પડી રહ્યું છે.

વીજ ધાંધીયાથી બાળકોના ભણતર પણ અસર

પોરબંદરના અવધનગર સોસાયટી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા હજુ સુધી શહેરી વિસ્તારના વિજકનેક્શનો આપવામાં આવ્યા ન હોય અને અહીં ખેતીવાડી વિજકનેક્શન અપાયા હોવાથી દરરોજ 8 થી 10 કલાક વિજળી ગૂલ થઈ જતી હોય છે. શાળા-કોલેજે જતા બાળકો પણ સાંજ પડતા લાઈટના અભાવે વાંચન-લેખન પણ કરી શકતા નથી. જેથી બાળકોના ભણતર પર પણ અસર પહોંચી રહી છે.

X
વેરા પાલિકાના, પણ લાઈટ કનેક્શન હજુ વાડી વિસ્તારના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App