ખારવાવાડમાં જાહેરમાં જુગાર રમતા શખ્સો ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ખારવાવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી ખારવાવાડમાં પાલાવાળા ચોક, ધમાના ટીમ્બા પાસેથી જાહેરમાં જુગાર રમતા ભીખુ ઉર્ફે ભીખલો રામજી કુહાડા, કમલેશ નાથા ગોહેલ, મનોજ ઉર્ફે શાકાલ અશોક ટોડરમલ, મનિષ ઉર્ફે હીપો ભગુ ભાલીયાને જાહેરમાં તિનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે મનોજ અને મનિષ નામના શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે જુગારની રોકડ રકમ 3060 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લીધા હતા અને ગુન્હો દાખલ કરી નાસી છૂટેલ બન્ને આરોપીને ઝડપવા શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...