• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળા માટે કમિટીની રચના કરવામાં આવી

પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળા માટે કમિટીની રચના કરવામાં આવી

લોકમેળામાં સુરક્ષાને ધ્યાને રાખીને સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:36 AM
પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળા માટે કમિટીની રચના કરવામાં આવી
પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળા માટે જિલ્લા કલેક્ટર દ્વારા કમીટી બનાવવામાં આવી છે. પોરબંદરનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે અને લાખો માણસો આ લોકમેળાની મજા માણવા ઉમટી પડતું હોય છે. જન્માષ્ટમીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોરબંદરમાં કલેક્ટર દ્વારા લોકમેળા માટે કમીટીની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા બનાવવામાં આવેલી કમીટીમાં પ્રાંત અધિકારી, નાયબ ચૂંટણી અધિકારી, પાલિકા પ્રમુખ અશોક ભાદ્રેચા, ઉપપ્રમુખ કિર્તિબેન સામાણી, એક્ઝીક્યુટીવ ચેરમેન સરજુ કારીયા, ચીફ ઓફિસર તેમજ ભલાભાઈ મૈયારીયાની કમીટીની રચના કરવામાં આવી છે. પોરબંદર લોકમેળામાં સુરક્ષાને ધ્યાને રાખીને સીસી ટીવી કેમેરા ગોઠવવામાં આવશે તેમજ અવારનવાર ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવશે. ખોવાયેલા બાળકોની રાવટી તેમજ કન્ટ્રોલ રૂમની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ભાવબાંધણું પણ કરવામાં આવશે.

X
પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળા માટે કમિટીની રચના કરવામાં આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App