Home » Saurashtra » Latest News » Porbandar » લકડી બંદર રોડ રીપેર કરવા પાલિકા દ્વારા અગાઉથી જ હુકમ કરી દેવાયો

લકડી બંદર રોડ રીપેર કરવા પાલિકા દ્વારા અગાઉથી જ હુકમ કરી દેવાયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:36 AM

સામાજીક અગ્રણીએ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણમાં રાવ કરી

  • લકડી બંદર રોડ રીપેર કરવા પાલિકા દ્વારા અગાઉથી જ હુકમ કરી દેવાયો
    મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોરબંદરનાં સામાજિક અગ્રણીએ રાવ કરી હતી. સામાજીક અગ્રણી પુંજાભાઈ લાખાભાઈ કેશવાલાએ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે પોરબંદરના લકડીબંદર માર્ગ, મટન માર્કેટ તરફ જતા રસ્તાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે તેમજ મોટાભાગના માર્ગો શહેરમાં નબળી ગુણવત્તાવાળા બન્યા છે. તે બાબતે પોરબંદર નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકારની યોજનાકીય ગ્રાન્ટમાંથી નગરપાલિકા દ્વારા ડામર પેચવર્કના અંદાજે 54 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવેલ છે. તેમાંથી એકપણ રોડ બિસ્માર નથી. તમામ રસ્તાઓ સારી ગુણવત્તાના બનાવવામાં આવેલ છે. નગરપાલિકા દ્વારા વધુમાં જણાવાયું હતું કે મચ્છીમાર્કેટમાંથી નીકળતો કચરો નિયમીત સફાઈ થતી હોવા છતાં ગટરમાં જતો હોય અને ગટરો ઓવરફ્લો થવાથી તે વિસ્તારમાં 30 ફૂટનો રોડ ખરાબ થઈ ગયેલ છે. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટર સાથે રસ્તાના કામ બાબતે 3 વર્ષ સુધી મેઈન્ટેનન્સનો પણ કરાર કરેલ હોય આ 30 ફૂટના રોડના સમારકામ અંગે કોન્ટ્રાક્ટરને રીપેરીંગ કરવાની સૂચના અગાઉ આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તે પણ સમારકામ કરી વ્યવસ્થિત કરી દેવામાં આવશે.

    નગરપાલિકા દ્વારા મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટરને કામ સોંપી દેવાયું છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ