સેવાકીય કાર્યોને વધુ વેગવંતા બનાવવા બહેનોએ સંકલ્પ લીધા

પોરબંદરમાં લાયોનેસ ક્લબ દ્વારા નવા વર્ષની પ્રથમ બેઠક યોજાઈ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:36 AM
સેવાકીય કાર્યોને વધુ વેગવંતા બનાવવા બહેનોએ સંકલ્પ લીધા
પોરબંદરમાં લાયોનેસ ક્લબ દ્વારા યોજવામાં આવેલ પ્રેસિડેન્શીયલ એવોર્ડ તથા નવા વર્ષની પ્રથમ લાયોનેસ બેઠકમાં સેવાકીય કાર્યોને વધુ વેગવંતા બનાવવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પોરબંદરમાં લાયોનેસ ક્લબ દ્વારા પ્રેસિડેન્શીયલ એવોર્ડ તથા નવા વર્ષની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સર્વપ્રથમ લાયોનેસ ક્લબ પ્રમુખ જ્યોતિબેન મસાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન ઓડેદરા તથા જિલ્લા પંચાયત કારોબારીના અધ્યક્ષ મંજુલાબેન કારાવદરાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જ્યોતિબેન મસાણીએ લાયોનેસ ક્લબ દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ગયા વર્ષે થયેલ વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાયોનેસ ક્લબમાં ચાલુ વર્ષે નવનિયુક્ત જોડાયેલ બહેનોને શપથગ્રહણ પણ કરાવવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
સેવાકીય કાર્યોને વધુ વેગવંતા બનાવવા બહેનોએ સંકલ્પ લીધા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App