Home » Saurashtra » Latest News » Porbandar » પોરબંદરવાસીઓ માટે ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

પોરબંદરવાસીઓ માટે ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:36 AM

પોરબંદરમાં JCI દ્વારા વોઈસ ઓફ પોરબંદર કાર્યક્રમ યોજાશે

  • પોરબંદરવાસીઓ માટે ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
    પોરબંદરમાં જે.સી.આઈ. દ્વારા નગરજનોમાં પડેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે વોઈસ ઓફ પોરબંદર અંતર્ગત સીંગીંગ કોમ્પીટીશનનું આયોજન કરાયું છે.

    પોરબંદર શહેરમાં જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ દ્વારા છેલ્લા 4 વર્ષથી વ્યક્તિત્વ વિકાસની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. પોરબંદરના લોકોમાં પડેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે પ્લેટફોર્મ પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. અને નગરજનોની આંતરિક શક્તિઓને યોગ્ય સ્ટેજ મળે અને તેની કલાને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે બાળકો, યુવાનો, વૃદ્ધો માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે જે.સી.આઈ. સંસ્થાએ વધુ એક વોઈસ ઓફ પોરબંદર શિર્ષક હેઠળ સિંગીંગ કોમ્પીટીશનનું આયોજન કર્યું છે. જેમાં 15 વર્ષથી નીચેના બાળકો જુનિયર વિભાગના અને 15 વર્ષથી મોટી ઉંમરના સ્પર્ધકો સિનીયર વિભાગમાં ભાગ લઈ શકશે. દરેક સ્પર્ધકોને સંસ્થાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તેમજ વિજેતા બનનાર સ્પર્ધકોને ગીફ્ટ તથા શીલ્ડ અર્પણ કરી સન્માનિત કરાશે. આ સીંગીંગ કોમ્પીટીશનમાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકોએ આગામી તા. 17 ઓગષ્ટ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેવું સંસ્થાના પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયાએ જણાવ્યું હતું.

    અત્રે નોંધનીય છે કે, સીંગીંગ સ્પર્ધાનું આયોજન કરાતા નગરજનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending