• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બરડામાંથી 600 લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપી નાસી છૂટ્યો

બરડામાંથી 600 લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપી નાસી છૂટ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના બરડાડુંગરમાં દેશી દારૂની હેરાફેરી અને દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડ પાડી દેશી દારૂ જપ્ત કર્યો હતો.

પોરબંદરના બરડાડુંગર ગંડીયાવાડા નેશ, કાઢીયાના વેકરાનાં કાંઠા પાસે રાણાવાવ પોલીસે દરોડો પાડી આ સ્થળ ઉપરથી દેશી દારૂનાં 50-50 લીટરનાં કેરબા નંગ-9 તથા દારૂ લીટર 15 ભરેલ બેરલ, કુલ દેશી દારૂ 600 લીટર કિંમત રૂપીયા 12,000 અને કેરબા-બેરલ મળી કુલ 13,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગુન્હો દાખલ કરી નાસી છૂટેલ બધા વેજા અને બધા લાલાની શોધખોળ આદરી છે.

દેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
પોરબંદરમાં વિરડીપ્લોટ વણકરવાસમાં રહેતો નરેશ ઉર્ફે જલો માધા ચાવડા નામનો શખ્સ ખારવાવાડ મચ્છી માર્કેટ સામેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સનાં કબ્જામાંથી દેશી દારૂ લીટર 4 કિંમત રૂપીયા 80 નો મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ગુન્હો નોંધી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...