આશા બ્લડ બેન્ક ખાતે બ્લડ કોમ્પોનન્ટ યુનિટનું લોકાર્પણ

આશા બ્લડ બેન્ક ખાતે બ્લડ કોમ્પોનન્ટ યુનિટનું લોકાર્પણ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:36 AM IST
પોરબંદરમાં થેલેસેમીયાપીડીત બાળકો માટે લોહી પૂરૂં પાડતી રાજ્યની એકમાત્ર સંસ્થા આશા બ્લડ બેન્ક ખાતે બ્લડ કોમ્પોનન્ટ યુનિટનું લોકાર્પણ કરાશે. આશા બ્લડ બેન્ક દ્વારા છેલ્લા 20 વર્ષથી થેલેસેમીયાપીડીત બાળકોને વિનામૂલ્યે લોહી પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. પોરબંદર પંથકના ગરીબ પરિવારના થેલેસેમીયાપીડીત બાળકોના લાભાર્થે સંસ્થાના કાર્યરત છે. અશ્વિનભાઈ ભરાણીયા ચેરીટી ફાઉન્ડેશન દ્વારા સંચાલીત આશા ચિલ્ડ્રન હોસ્પિટલ અને આશા બ્લડ બેન્કની સાથે બ્લડ કોમ્પોનન્ટ માટે અદ્યતન બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે અને અહીં બ્લડ કોમ્પોનન્ટ યુનિટના લોકાર્પણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 12 ઓગષ્ટને સવારે 10 વાગ્યે થેલેસેમીયાપીડીત બાળકોના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. થેલેસેમીયાપીડીત દર્દીઓને વિનામૂલ્યે લોહી આપતી ગુજરાતભરની એકમાત્ર સંસ્થામાં સુવિધા વધતા રાજકોટ કે અમદાવાદ સુધી દર્દીઓને ખાવા પડતા ધક્કાથી છૂટકારો મળશે.

X
આશા બ્લડ બેન્ક ખાતે બ્લડ કોમ્પોનન્ટ યુનિટનું લોકાર્પણ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી