કેદારેશ્વર મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:36 AM
કેદારેશ્વર મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું
પોરબંદરમાં કેદારેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ ધર્મપ્રેમીજનો માટે પવિત્ર શ્રાવણમાસને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શિવમંદિરોમાં પણ શ્રાવણ મહિનાને આવકારવા અલગ-અલગ દર્શનનું આયોજન થઈ રહ્યું છે. અતિ પૌરાણિક અને નગરજનો માટે આસ્થાનું કેન્દ્ર બનેલ કેદારેશ્વર મંદિરે શનિવારે શનૈશ્વરી અમાસ હોવાને કારણે શનિમંદિરમાં ઉત્સવનું આયોજન કરાયું છે. જ્યારે રવિવારથી શ્રાવણ મહિનો શરૂ થતો હોય જેથી શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા અને પાલિકાના પ્રમુખ અશોક ભાદ્રેચા તથા કમીટીના ચેરમેન સરજુભાઈ કારીયા, ભલાભાઈ મૈયારીયા વગેરેના હસ્તે સવારે 10 કલાકે પૂજા-અર્ચનાનું આયોજન કરાયું છે.

X
કેદારેશ્વર મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App