• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • સિવીલમાં પ્લાસ્ટીકની વસ્તુઓ પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર

સિવીલમાં પ્લાસ્ટીકની વસ્તુઓ પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર

ઠેર-ઠેર પ્લાસ્ટીકની પ્યાલીઓ ઉડી રહી છે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:35 AM
સિવીલમાં પ્લાસ્ટીકની વસ્તુઓ પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર
પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં પ્લાસ્ટીકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ આ પરીપત્ર માત્ર કાગળ પર જોવા મળે છે. અમલવારી કરાવવામાં હોસ્પિટલનું તંત્ર ઊણું ઉતરતા હાલ ઠેરઠેર પ્લાસ્ટીકની ચા ની પ્યાલીઓ ઉડી રહી છે. સ્વચ્છતાને ધ્યાને લઈને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં પ્લાસ્ટીકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોસ્પિટલની અંદર પ્લાસ્ટીકની વસ્તુઓ જેવી કે ચા ની પ્યાલી, પાણીના પાઉચ, ઝબલા, પ્લાસ્ટીકનાં ગ્લાસ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકતો એક પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ હાલ જે પ્લાસ્ટીકની વસ્તુઓ પર પ્રતિબંધ છે તે જ પ્લાસ્ટીકની વસ્તુઓ ઠેર-ઠેર જોવા મળે છે. હજુ સુધી કોઈપણ જાતનો દંડ ફટકારવામાં આવ્યો નથી અને તંત્ર દ્વારા અમલવારી કરાવવામાં તંત્ર પાંગળું સાબિત થઈ રહ્યું છે. હાલ પરીપત્રની અમલવારી કરાવવા માટે સિક્યુરીટીની જવાબદારી છે પરંતુ સિક્યુરીટી અમલવારી કરાવવામાં નિષ્ફળ ગઈ છે અને સિક્યુરીટી બાદ પ્રતિબંધનાં પરીપત્રની અમલવારી કરાવવાની જવાબદારી સિવિલ સર્જનની રહે છે.

શું કહે છે સિવીલ સર્જન ? | હોસ્પિટલમાં પ્લાસ્ટીકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે અમલવારી ન થતા આ અંગે હોસ્પિટલનાં સિવિલ સર્જન મંજરીબેન મંકોડીએ એવું જણાવ્યું હતું કે આ જવાબદારી સિક્યુરીટીની છે અને તેના માટે દર બે દિવસે સિક્યુરીટીને બોલાવીને સુચના આપવામાં આવે છે. હાલ ઠેરઠેર પ્લાસ્ટીકની પ્યાલીઓ જોવા મળે છે જેથી આગામી સમયમાં દંડ ફટકારવામાં પણ આવશે.

પ્રજાએ જાગૃત થવું જરૂરી

હોસ્પિટલમાં પ્લાસ્ટીકની વસ્તુઓ પર પ્રતિબંધ છે છતાં દર્દીઓની સાથે આવનાર સગાવહાલાઓએ જાગૃત થવું જોઈએ. જેમ ઘરમાં કે મંદિરોમાં સ્વચ્છતા જાળવીએ છીએ તેમ સરકારી હોસ્પિટલ પણ એક જાહેર મિલ્કત છે તેને નુકસાન પહોંચે તેવું કાર્ય ન કરવું જોઈએ. આ માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે તેવું ભાવસિંહજી હોસ્પિટલનાં આર.એમ.ઓ. ઠાકરે જણાવ્યું હતું.

X
સિવીલમાં પ્લાસ્ટીકની વસ્તુઓ પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App