ભાવપરા ગામે 3 શખ્સે યુવાનને માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાં ભાવપરા ગામે દેવશી લખમણ ઓડેદરા નામનો યુવાન રાત્રે 9 કલાકે જતો હતો ત્યારે લખમણ કરશન, વસ્તા ખીમા અને ભરત કરશને મોબાઈલની બેટરીનો પ્રકાશ આ યુવાનની આંખોમાં પાડતા આ યુવાને ત્રણેય શખ્સોને બેટરીનો પ્રકાશ મારા ઉપર નાખો માં તેમ કહેતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને આ યુવાનને માર માર્યો હતો. જેથી આ યુવાનના માથામાં ઈજા થતા પોરબંદરની સિવીલ હોસ્પિટલે સારવારઅર્થે ખસેડ્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...