કંડોરણાનાં યુવાનને ધમકી મળતાં ફિનાઇલ ગટગટાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવના રાણા કંડોરણા ગામે એક બીજા સામસામે પત્નીની મશ્કરી કરતા ધમકી આપતા યુવાને ફિનાઈલ પી જતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાણાકંડોરણા ઠોયાણા રોડ પર રહેતો રમણીક અરજન સોંદરવા નામના યુવાનની પત્નીની આદિત્યાણામાં ચૂનાના ભઠ્ઠા પાસે રહેતો જીતેશ બાબુ કડેગીયા નામના શખ્સે મશ્કરી કરતા રમણીકે પણ જીતેશની પત્નીની મશ્કરી કરી હતી, આથી જીતેશે ઉશ્કેરાઈને ભૂંડી ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી રમણીક તને જોઈ લઈશ તેવી ધમકી આપતા આ યુવાન ડરી જતા પોતાની મેળે ફિનાઈલ પી જતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યો હતો.

આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ અંગે વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક પી.જી. પટેલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...