વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો અને સાધનો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાની એક વાડીમાં દેશી દારૂ હોવાની ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાનાં સાધનો જપ્ત કર્યા હતા. કુતિયાણામાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો દેવશી ટપુ ગરેજાની કાના કુવા, મહોબતપરા ટી-પોઈન્ટ નજીક ત્હો. ની વાડીએ પોલીસે દરોડો પાડી વાડીમાંથી દેશી દારૂ લીટર-5 કિંમત રૂપીયા 100, દેશી દારૂ બનાવવાનો આથો લીટર 20, દારૂ બનાવવાના સાધન બોઈલર-1 કુલ રૂપીયા 190 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...