• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 6 બોટલ ઝડપાઈ

પોરબંદરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 6 બોટલ ઝડપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેરેડાઈઝ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂ હોવાની ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી આ મકાનમાંથી વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.પોરબંદરમાં પેરેડાઈઝ સિનેમા પાસે રહેતો રાણા બાલુ મોરીનાં રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી આ મકાનમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 6 બોટલો મળી આવતા પોલીસે 2400 રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો હતો અને આ દારૂ ક્યાંથી લાવ્યાની પૂછપરછ કરતા આ દારૂ ધરમપુર વાડી વિસ્તારમાં રહેતો ગોગન પાલા મોરી પાસેથી વેચાણ પાસે લીધાની કબુલાત આપતા પોલીસે ગોગન વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બગવદર ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો



બગવદર ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે 1 શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બગવદર ગામે રામમંદિર પાસે રહેતો અજય ઉર્ફે લાલો પ્રવિણ કાનાણી નામનો શખ્સ ગામના સરકારી દવાખાના પાસેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સના કબ્જામાંથી વિદેશી દારૂની 1 બોટલ કિંમત રૂપીયા 400 ની મળી આવતા પોલીસે ગુન્હો નોંધી મુદ્દામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...