• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બોખીરા ભોંયવાડામાંથી પતિ ગુમ થતાં પત્નીએ ફરિયાદ નોંધાવી

બોખીરા-ભોંયવાડામાંથી પતિ ગુમ થતાં પત્નીએ ફરિયાદ નોંધાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના બોખીરા-ભોંયવાડામાં રહેતો એક યુવાન ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોરબંદરના બોખીરા-ભોંયવાડામાં રહેતો દિલીપ રામજી વારા ગત તા. 22/4 ના રોજ પોતાના ઘરેથી ફાકી ખાવા જાંઉ છું તેમ કહી જતો રહ્યો હતો અને આજ દિવસ સુધી શોધખોળ કરતા ભાળ મળેલ ન હોય જેથી તેની પત્ની રીટાબેને પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ઉદ્યોગનગરના એ.એસ.આઈ. એસ.કે. વરૂ ચલાવી રહ્યા છે.

પોરબંદર| પોરબંદરના બોખીરા કે.કે. નગરમાં રહેતી મીનાબેન દિનેશ પરમાર (ઉ. વર્ષ 30) નામની પરણિતા ગત તા. 31/7/18 ના રોજ કોઈને કહ્યા વગર ઘરમાંથી ચાલી ગઈ હતી અને પોતાના 5 વર્ષના દીકરા ઈમ્તીયાઝને સાથે લઈને જતી રહી હતી. જેની તપાસ આજ દિવસ સુધી કરતા મળી આવેલ ન હોય જેથી તેના પતિ દિનેશે ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...