તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar વરલીનો જુગાર રમતો શખ્સ 7000નાં મુદ્દામાલ સાથે ઝબ્બે

વરલીનો જુગાર રમતો શખ્સ 7000નાં મુદ્દામાલ સાથે ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં વરલી-મટકાનો જુગાર રમતા 1 શખ્સને પોલીસે ઝડપી લીધો હતો અને 7000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરના રાજીવનગરમાં રહેતો મનિષ જીતેન્દ્ર દાવડા નામનો શખ્સ નરસંગટેકરી સર્વિસ રોડ ઉપર જાહેરમાં વરલી-મટકાના આંકડાઓ ઉપર બેટીંગ લઈ જુગાર રમી રમાડી રહ્યો હતો ત્યારે પોલીસે દરોડો પાડી મનિષને ઝડપી લઈને વરલી-મટકાના આંકડાઓ લખેલ ચિઠ્ઠી, બોલપેન, 1000 રૂપીયાની રોકડ તેમજ 6000 રૂપીયાની કિંમતનો મોબાઈલ ફોન સહિત 7,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને આરોપીની વધુ પૂછપરછ કરતા આ વરલી-મટકાનો વેપાર રાણાવાવ ગામે રહેતા બસીર ઈસ્માઈલ પાસે કપાત કરાવતો હોવાની કબુલાત આપતા પોલીસે તેની વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...