પૂરઝડપે કાર અને બાઈક ચલાવનાર 3 શખ્સ ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાથલા ગામની સીમમાં રહેતો કેશુ હમીર ઓડેદરા પોતાનું બાઈક નં. જીજે 25 એન 6175 પૂરઝડપે માનવજીંદગી જોખમાય તે રીતે ચલાવીને નાગકા ગામે બસસ્ટેશન પાસેથી પસાર થતા પોલીસે તેને ઝડપી લીધો હતો જ્યારે આદિત્યાણા તપસ્વીબાપુની મઢી પાસે વાડી વિસ્તારમાં રહેતો મસરી લખમણ ઓડેદરા પોતાનું બાઈક જીજે 25 એસ 5358 ચલાવીને આદિત્યાણાનાં મહેરસમાજ પાસેથી પુરપાટ ગફલતભરી રીતે ચલાવી માનવજીંદગી જોખમાઈ તે રીતે ચલાવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. આ ઉપરાંત પોરબંદરમાં જી.આઈ.ડી.સી. રોડ પર રહેતો ભરત નાથા પાંજરી પોતાની કાર જીજે 25 એ 2390 ચલાવી ટોલનાકા બાજુની દરગાહ સામેના રોડ પરથી પૂરઝડપે ગફલતભરી રીતે માનવજીંદગી જોખમાઈ તે રીતે ચલાવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...