તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર પોસ્ટ ઓફિસમાં 1 માસથી સ્ટેમ્પનું વેચાણ બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર પોષ્ટઓફિસમાં છેલ્લા 1 મહિનાથી સ્ટેમ્પનું વેચાણ બંધ છે. રૂા. 20, 50 અને 100 નાં સ્ટેમ્પનું વેચાણ બંધ હોવાનાં કારણે વિદ્યાર્થીઓ અને અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

વિદ્યાર્થીઓને ક્રિમીલીયર સર્ટીફીકેટ કઢાવવામાં 20 રૂપીયાના સ્ટેમ્પની ખાસ જરૂર પડે છે અને અરજદારોને 50, 100 ના સ્ટેમ્પની ખાસ જરૂર પડતી હોય ત્યારે રોજના અનેક વિદ્યાર્થીઓ અને અરજદારો સ્ટેમ્પ લેવા માટે પોષ્ટઓફિસે પહોંચી જાય છે. પરંતુ સ્ટેમ્પ ન મળતા ધક્કાઓ ખાઈ રહ્યા છે. આ બાબતે પોષ્ટઓફિસનાં સુપ્રિન્ટેન્ડેન્ટ મહેશ પરમારે એવું જણાવ્યું હતું કે સ્ટેમ્પો તો હાજર છે અને ઘણાં દિવસ પહેલા સ્ટેમ્પો આવી ગયા છે. પરંતુ કોમ્પ્યુટરાઈઝડ સીસ્ટમથી જ સ્ટેમ્પો આપવાના હોય છે અને કોર સીસ્ટમ ઈન્ટીગ્રેશન બંધ છે. જેથી સ્ટેમ્પો આપી શકાતા ન હોવાથી સ્ટેમ્પોનું વેચાણ બંધ છે તેવા સ્ટીકરો માર્યા છે.

જ્યારે સ્ટેમ્પ ખરીદવા માટે આવેલા રમેશભાઈએ એવું જણાવ્યું હતું કે હું નાના ફૂવારા પાસેથી ચાલીને અહીં 50 નો સ્ટેમ્પ લેવા આવ્યો છું. પરંતુ સ્ટેમ્પનું વેચાણ બંધ છે તેવું જણાતા મારે ધરમનો ધક્કો થયો છે. આમ, અનેક વિદ્યાર્થીઓ સહિતના અરજદારોને સ્ટેમ્પ હોવા છતાં સ્ટેમ્પ ન મલતા ધરમનો ધક્કો ખાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...