તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સૂત્રલેખન દ્વારા નશાને અભિશાપ ગણી લોકજાગૃતિ માટે 53 યુવતીએ સૂત્રો લખ્યા

સૂત્રલેખન દ્વારા નશાને અભિશાપ ગણી લોકજાગૃતિ માટે 53 યુવતીએ સૂત્રો લખ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોરબંદર શહેરમાં આવેલ રાજરત્ન શેઠ નાનજી કાલીદાસ મહેતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલીત ગુરૂકુલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ. વિભાગ તથા સર્જનાત્મક અભિવ્યક્તિધારાના સહયોગથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે 26 મી જુને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે ઉજવણી કરાય છે ત્યારે ગુરૂકુળ મહિલા કોલેજમાં સૂત્રલેખન સ્પર્ધા અને નશો એક અભિશાપ છે જે વ્યક્તિની સ્વતંત્રતા ઉપર તરાપ મારે છે. નશીલા પદાર્થના સેવનના કારણે વ્યક્તિ પોતાના જ શરીરનો ગુલામ બની જાય છે. તેના મન અને મગજની તાકાતનો વિનાશ થાય છે. ઉપરાંત તે અનેક રોગને આમંત્રણ આપી શારીરિક, માનસિક, આર્થિક રીતે બરબાદ થઈ જાય છે. આમ, નશીલા પદાર્થોના સેવન અંગે સમાજમાં જાગૃતિ લાવવાના આશયથી સૂત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજની 53 બહેનોએ ભાગ લીધો હતો. આ તકે શાળાના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...