તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરની શાળામાં સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર| પોરબંદર

પોરબંદરની નવયુગ વિદ્યાલયમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત ડિઝાસ્ટર વિભાગ દ્વારા આગ તથા કુદરતી આફતોના બનાવો વખતે બચાવ કામગીરીનું નિદર્શન કરાયું હતું.

પોરબંદર શહેરમાં આવેલ નવયુગ વિદ્યાલય ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત મોકડ્રીલ યોજવામાં આવી હતી. હોમગાર્ડ કમાન્ડર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટના તજજ્ઞ તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ત્રિલોકકુમાર ઠાકરે આગ તથા કુદરતી આફતોના બનાવો વખતે બચાવની કામગીરીનું નિદર્શન કર્યું હતું અને વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની આફતો વિશે તથા આફતોમાંથી બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા, નવયુગ વિદ્યાલયના પ્રિન્સીપાલ તુષારભાઈ પુરોહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...