તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં 23 જુલાઈ સુધી હથીયારબંધી ફરમાવાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા આશયથી 23 જુલાઈ સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરી હથીયારબંધી ફરમાવવામાં આવી છે. જિલ્લામાં લોકોની સલામતી જળવાઈ રહે અને અસામાજીક તત્વો દ્વારા ગુન્હાઈત કૃત્યોમાં હથીયાર, લાઠી, ચપ્પુ, દંડા વગેરે સાધનોનો ઉપયોગ ન થાય તથા પોલીસની કામગીરીમાં મદદરૂપ થાય તેવા આશયથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા. 23 જુલાઈ સુધી જાહેરનામું બહાર પાડી હથીયારબંધી ફરમાવવામાં આવી છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...