તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ તરીકે પ્રેમજીભાઈ ખુદાઈ કરશે શપથગ્રહણ

પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ તરીકે પ્રેમજીભાઈ ખુદાઈ કરશે શપથગ્રહણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના પ્રમુખ સુનિલભાઈ ગોહેલ 1 વર્ષનો પ્રમુખપદનો સમય બાકી હોવા છતાં વિધીવત રીતે નવનિયુક્ત વાણોટને કાર્યભાર સોંપશે.

પોરબંદરમાં મોટી સંખ્યામાં ખારવાસમાજ વસવાટ કરે છે અને વર્ષોથી પરંપરા મુજબ 9 ડાયરા દ્વારા વાણોટની વરણી કરવામાં આવે છે. એ પરંપરા મુજબ આ વર્ષે વાણોટની ચૂંટણી આજે ખારવાપંચાયત મઢી ખાતે આજે તા. 28/6 ના બપોરે 12 કલાકે યોજાશે. ગુજરાતભરમાં ખારવાજ્ઞાતિનો લોગો-લેટર પેડ એક જ સરખો કરનાર અને સમાજને એકતાંતણે બાંધનાર સુનિલભાઈ ગોહેલને એક વર્ષનો પ્રમુખપદનો સમય બાકી હોવા છતાં તેઓ વિધીવત રીતે નવનિયુક્ત વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈને કાર્યભાર સોંપશે. સુનિલભાઈ ગોહેલે પ્રથમ અન્ડર ગ્રાઉન્ડ બિલ્ડીંગનું નિર્માણ કરી ગૃહઉદ્યોગ મારફત અનેક મહિલાઓને રોજગારી પૂરી પાડવાનું તેમજ મેરેજ બ્યુરો, ધરમશાળા, સંકુલોના ઠરાવો કરી શિક્ષણક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરી સમાજની એક નવી ઓળખ ઉભી કરી છે. આમ, સુનિલભાઈ ગોહેલની પોરબંદરવાસીઓ પાલિકાના પૂર્વ પ્રમુખ તરીકેની કામગીરીને બિરદાવી રહ્યા છે તેવી જ રીતે ગુજરાતભરના ખારવા જ્ઞાતિના લોકો તેઓની કામગીરીને યાદ કરશે તેવું સમાજના અગ્રણીઓ જણાવી રહ્યા હતા. આ તકે નવનિયુક્ત પ્રમુખને પણ ઠેરઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

8 ડાયરાના 24 સભ્યો ચૂંટાયા, અન્ય કોઈએ દાવેદારી નોંધાવી નથી | ખારવાજ્ઞાતિના ડાયરાઓની ચૂંટણી તાજેતરમાં યોજવામાં આવી હતી. જેમાં 8 ડાયરાના 24 સભ્યો ચૂંટાઈ આવ્યા છે. હાલ સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ તરીકે અન્ય કોઈએ દાવેદારી નોંધાવી ન હોવાને કારણે આજે પંચાયત મઢી ખાતે નવનિયુક્ત પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ શપથગ્રહણ કરશે.

અન્ય સમાચારો પણ છે...