તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ગ્રામ્યપંથકમાં જર્જરીત બનેલા વીજવાયરોને બદલાવવાને બદલે સાંધા મારવામાં આવે છે

ગ્રામ્યપંથકમાં જર્જરીત બનેલા વીજવાયરોને બદલાવવાને બદલે સાંધા મારવામાં આવે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ગ્રામીણ પંથકમાં વીજવાયરો જર્જરીત બન્યા હોવાના કારણે અવારનવાર ચાલુ વીજપ્રવાહે વીજવાયરો તૂટતા હોવાના બનાવો બની રહ્યા છે. મોટાભાગના ગામડાઓમાં વીજઅકસ્માતો સર્જાતા અનેક પશુઓ અને માનવોએ જીવ પણ ગુમાવ્યા છે. પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે જર્જરીત વીજવાયરોને બદલાવવામાં આવે તેવી અનેક લોકોની રજૂઆતો ઉઠી હતી. પરંતુ હાલ મોટાભાગના વીજવાયરો જર્જરીત બન્યા છે તે વીજવાયરોમાં વારંવાર શોર્ટ સર્કિટ થતું હોવાથી વીજપુરવઠો પણ ખોરવાઈ જતો હોય છે જેથી પી.જી.વી.સી.એલ. વિભાગને અનેક રજૂઆતો બાદ તંત્ર એ વીજવાયરોના સમારકામની કામગીરી હાથ ધરી છે. હાલ મોટાભાગના વિસ્તારોમાં જે વીજવાયરો અતિશય જર્જરીત બન્યા હશે તેવા વીજવાયરોને બદલાવવાને બદલે માત્ર સાંધા કરીને જ કામ રોળવવામાં આવી રહ્યું છે. આમ, પી.જી.વી.સી.એલ. ની ઘોર બેદરકારીને કારણે વધુ વીજ અકસ્માતો સર્જાશે તેવી દહેશત ઉદભવી છે. જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે ચોમાસા પૂર્વે યોગ્ય રીતે જર્જરીત બનેલ વીજવાયરો અને ટ્રાન્સફોર્મરોનું સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી હતી.

સાંધા મારવામાં આવ્યા. તસ્વીર - રામ મોઢવાડીયા

અન્ય સમાચારો પણ છે...