તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમલાબાગથી બિરલા રોડ હાઈવે પર સ્પીડ બ્રેકરો મૂકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં કમલાબાગથી બિરલા રોડ અકસ્માત ઝોન બની ગયું હોય તેમ છાશવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ હાઈવે પર દૂધના વાહનો, ટ્રકો અને ડમ્પરો બેફામ રીતે ચાલે છે. આ હાઈવે પર અનેક અકસ્માતોનાં બનાવો બન્યા છે. જેમાં વાહન અકસ્માતોમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે તો અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આ હાઈવે પર બેફામ રીતે ચાલતા વાહનોને કારણે છાંયા રોડ પર દૂધના વાહન સાથેના અકસ્માતમાં એક આધેડે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો તાજેતરમાં જ વિશ્વ યોગ દિવસે બિરલા રોડ પર ટ્રકના પાછલા જોટામાં મુદ્દીત સામાણી નામના 15 વર્ષીય વિદ્યાર્થી ચગદાઈ જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. તો હાલમાં વધુ એક અકસ્માત આ હાઈવે પર થયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વળી, સાયન્સ કોલેજથી માંડીને એમ.ઈ.એમ. સ્કૂલ, સિગ્મા સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય, આર.જી.ટી. કોલેજમાં અનેક વિદ્યાર્થીઓની અવરજવર થતી હોય છે ત્યારે વધતા જતા અકસ્માતોના બનાવોને મહદ્અંશે રોકવા માટે હેવી સ્પીડબ્રેકરો મૂકવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...